સાહયબીનું સુખ



                ગઈકાલે બપોર એક વાગે બસ સ્ટેન્ડથી થ૨દથી આવેલ મારા મીત્રને લઇ અમદાવાદ જવાનું થયું. બસસ્ટેન્ડ પર આવી કાળઝાર ગરમીમાં અમારી નજર પડી પાણીના પાઉચ વેચતી એક મહિલા ઉપર. તે મહિલા પોતે ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો જતા હોવા છતાં પાણીના પાઉચ વેચતા.તેમનો પતિ કોઈ બીમારીથી ચાલી શકતો ન હોઇ તે સ્ત્રી જાતે જયારે જયારે બસ કે અન્ય વાહન આવે ત્યારે દોડી પાણી વેચવા જતી.તેની હાલત જોઈ મારા મિત્રના શબ્દો સરી પડ્યા કે જુવો તે મહિલાના આખા આ પરિવારમાં કોઈને પગરખા પહેરવાની સાહયબીનું પણ સુખ નથી. આવી મહિલાને મનોમન વંદન કરી ગાડીમાં પાણીની બે બોટલ હોવા છતાં પાંચ છ પાઉચ લઇ અમે અધ:પતન થતાં સમાજને કોણ બચાવશે ? કેવી રીતે સમાજ સાચા અર્થમાં સુધારશે તેની ચિંતા કરતાં કરતાં અમે અમદાવાદ જવા નીકળ્યા..
 bhavesh pandya

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી