નવી ભાષા શીખવા માટેનો સરળ ઉપાય...
શિક્ષક તરીકે કોઈ ભાષા શીખવા જઈ રહ્યા છીએ ત્યારે કેટલીક પાયાની વાતો-સિદ્ધાંતો સમજવા-જાણવા જરૂરી હોય છે. કોઈ માર્કેટિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ જો ફ્રેંચ કે અન્ય ભાષા શીખે તો તેનું લક્ષ્ય સામેની વ્યક્તિને પોતાની વાત સરળતાથી સમજાવી શકવું, પ્રભાવક બની શકવું હોય છે. તેવી જ રીતે આપણે શિક્ષક તરીકે કોઈ નવીન વાતને શીખવાનો વિચાર કરીએ ત્યારે જાતે શીખી જે તે વિષયનું કૌશલ્ય હસ્તગત કરવા –માહિતગાર બનવા વિચાર્ય કરતાં હંમેશા એવું વિચારીએ છીએ કે હું મારા વિદ્યાર્થીઓને કે (તજજ્ઞ હોઈએ તો..) તાલીમાર્થીઓને સરળતાથી પ્રભાવક બની કેવી રીતે શીખવી શકું ? કેટલીક વાર તો મારે શીખવવાનું છે માટે હું શીખું છું કે એટલા પૂરતું જાણી લઉં તેવો શરૂઆતમાં જન્મેલ વિચાર માત્ર આપણામાં શીખવાની ક્ષમતા લર્નિંગ મેથળ પર નકારાત્મક અસર કરે. મિત્રો એટલાતો સ્વાર્થી બનવું જ કે હું જે શીખું તેનો મારા રોજીંદા જીવનમાં ઉપયોગ કરી હું મારા વ્યક્તિત્વ, પર્સનાલીટી ને નીખરી શકું...મારી વાત સરળતાથી સમજાવી શકું...
વિદેશો અને (હવે) ભારતના મેટ્રો સીટીઝ માં પણ મળતી લેન્ગ્વેજ લર્નિંગ ના કોન્સેપ્ટ શરૂ થયાં છે. શાળાઓમાં શરૂઆતના ધોરણથી જ અંગ્રેજી અને ૪-૫ માં ધોરણમાં તો ફ્રેંચ કે સ્પેનીસ જેવી ઇન્ટરનેશનલ લેન્ગ્વેજ શીખવવામાં આવી રહી છે. એક કરતાં વધુ ભાષા જાણનારા-બોલનારા લોકો હવે આપણી આસપાસ સરળતાથી આપણે જોઈ શકીએ છીએ...આવા લોકોમાં વધારો થઇ રહ્યો છે.અંગ્રેજી ભાષા વિશે વાત કરીએ તો ગુજરાતીઓનું અંગ્રેજી એટલા માટે નબળું ગણવામાં આવે છે કારણ કે આપની આસપાસના નોન ગુજરાતી લોકોને આપણે આપની વાતને ભાંગી તુટી હિન્દીમાં સમજાવી શકીએ છીએ.કદાચ આપની જરૂરિયાત નથી માટે આપણે અંગ્રેજી શીખી-જાણી શક્ય નથી.
પીટીસી નો અભ્યાસ પુરો કરી વેકેશનમાં મારે ૨-૩ માસ માટે તમિલનાડુમાં મારા પિતાજી સાથે રહેવાનું થયું. ત્યાં મારા પિતાજીને બોરવેલ ડ્રીલીંગ મશીન નો વ્યવસાય હોઈ સવારે વહેલા બ્રેકફાસ્ટ કરી ધંધા અર્થે બહાર નીકળી જવાનું થતું. અમે સરકારી કોન્ટ્રાકટર હોઈ અમારે સરકારી કામો માટે ઓફિસમાં અને ડ્રીલીંગ કામ માટે સાઈડ ગામડાઓમાં હોઈ ગામડાઓમાં જવાનું થતું.ધંધાની પ્રેક્ટીકલ તાલીમ આપવા માટે મારા પિતાજી ઓફિસમાં અને સાઈડ પર લઇ જતા.ઓફિસમાં અને ફિલ્ડમાં કામનો થોડો અનુભવ આપી, સમજણ આપી મને કામમાં જોતર્યો. મારે નાવમાં ધોરણમાં અંગ્રેજીમાં શિક્ષકના કૃપા ગુણ થી હું પાસ થયેલ અને અહી ઓફિસમાં મારે ફરજીયાત પણે અંગ્રેજી સંભાળવાનું અને બોલવાનું થતું અને ગામડાઓમાં ફીલ્ડ વર્ક માટે જઈએ ત્યારે શુદ્ધ તમિલ ભાષા. મારે ફરજીયાત પણે અંગ્રેજી અને તામિલનો ઉપયોગ કરવો પડતો. હું આ બંને ભાષા ન સમજું કે બોલું તો વાતચીત માટે મારી પાસે અન્ય કોઈ વિકલ્પ જ નહોતો. મારી પાસે કોઈ વિકલ્પ જ નહી. અઘરી લગતી ભાષાઓ સંભાળવા, બોલવા સતત પર્યટનશીલ રહેતો અને બોલતો થયો.
મારા માટે ભાષા શિક્ષક તરીકે આ પ્રથમ અનુભવ શીખવા-શીખવવા, ભણવા-ભણાવવાની પ્રક્રિયા સમજવા માટે જરૂરી બન્યો.શરૂઆતના દિવસોમાં હું મારા પિતાજી સાથે ઓફિસમાં જાઉં ત્યારે અંગ્રેજી અને ગામડાઓમાં જાઉં તો તમિલ ભાષા, ટીવી ઓન કરુતો માત્ર તમિલ કે અંગ્રેજી ચેનાલોજ આવવાથી તમિલ કે અંગ્રેજી ફરજીયાત સંભળાવી પડતી. પડોસમાં મિત્રો પણ તામીલિયન જ અને હિન્દી કે ગુજરાતી નહી જાણનારા. તમિલો ફિલ્મના શોખીન, ફિલ્મો પણ સસ્તા દરે જોવા મળે અને માટે આતરે દિવસે ફિલ્મો જોવા જવાનું થતું. મહિના સુંધી વધુને વધુ સંભાળતો રહ્યો અને ક્યારેક મિત્રો સાથે ભાંગ્ય તૂટ્યા તમિલ અંગ્રેજી બોલવાના ચાળા પાળી લેતા લેતા, નકલ કરતાં કરતાં બંને ભાષાઓ બોલતો થયો. અંગ્રેજી ભાષાના SRG તરીકે અમે ઘણી વાર કહીએ કે અંગ્રેજી ભાષા શીખવા-શીખવવા ટ્રાન્સલેશન મેથડ નો ઉપયોગ ન જ કરવો. પરંતુ કદાચ આપણે ટ્રાન્સલેશન મેથડના ઉપયોગથી શીખ્યા છીએ માટે (કદાચ આજે પણ આપણું અંગ્રેજી નબળું છે તેમ સ્વીકારી શકાય) આપણે નવીન પદ્ધતિને સ્વીકારવા તૈયાર પણ નથી. બની શકે કદાચ આપણે અંગ્રેજીમાં ફ્લુંયન્ટ ન હોઈએ કે આપણી પદ્ધતિ પર આપણને વિશ્વાસ ન હોય અને માટે જ આપણે પણ ટ્રાન્સલેશન મેથડનો ઉપયોગ કરતાં હોઈએ.
અંગ્રેજી ભાષા શીખવાનું પાકું કરી લીધું છે ત્યારે વધુમાં વધુ અંગ્રેજી સંભાળવું એ બહુ જરૂરી બને છે. શક્ય છે કે આપની આસપાસના લોકો દ્વારા આપણને યોગ્ય ઉચ્ચારમાં અંગ્રેજી સંભાળવા ન મળે તો વિવિધ ટીવી ચેનલ પર આવતાં અંગ્રેજી સમાચાર, અંગ્રેજી ફિલ્મો જેના ડાયલોગ્સ લેખિત સ્વરૂપે પણ આપવામાં આવે છે. જેથી શરૂઆતથી જ સારું સાચું અંગ્રેજી સાંભળી શકીએ. તેમજ સમજણ પૂર્વક સંભાળ્યા પછી મિત્રો સાથે અચૂક બોલવું (ચાળા પાડવા). સારું અને સાચી રીતે બોલવા ખુબ સંભાળવું જરૂરી છે. નાનું બાળક જેમ જન્મ્યા પછી એકાદ વર્ષ માત્ર સંભાળે અને પછી આપણા ચાળા પાડતા પાડતા બોલવા લાગે છે તેમ આપણે પણ નવી ભાષા શીખવા એ ક્રમને અનુસરવું પડશે. વધુ સાંભળીશું, નવા શબ્દો મગજમાં ભરતા રહીશું તો એક દિવસ પેસર કુકરમાં જેમ પાણીની હવા બની તે હવાથી કુકર ભરાઈ જતા કુકરના વાલ્વમાંથી(શીશોટી) હવા આપો આપ બહાર આવે તેમ મગજમાં ભરાયેલ શબ્દો જરૂરિયાતના સમયે બહાર આવશે.
“કોઈ પણ ભાષા શીખવા માટે વધુમાં વધુ સંભાળવું અને તે રીતે બોલવા પ્રયત્ન કરવો તે જ શ્રેષ્ઠ ઉપાય છે.
Comments
A GOOD FRIEND IS ALWAYS A PARICELESS(અમૂલ્ય)ASSET OF LIFE.THANKS.