શું થશે ???

     ભારત આઝાદ થયૉ ત્યારે જમીનદારો કોઈના કોઈ કારણસર નાના ખેડૂતોની જમીન ગીરો લખાવી લેતા.પ્રસંગ સ્વમાનભેર પુરો કરવા, માંદગીમાં દવા કરાવવા કે કોઈ કારણોસર જમીનદાર પાસેથી  ગરીબ ખેડૂતો થોડાક નાણાને બદલે પોતાની બધીજ જમીન ગીરો મૂકતા. જમીનદારોનું વ્યાજ જ એટલું રહેતું કે જમીન સાથે વર્ષો સુંધી મુકનાર ખેડૂતનો પુરો પરિવાર પણ ગીરો મુકાઈ જતો હતો. પરિવાર વેઠ કરે અને તેની સામે એક ટંકનું ભોજન માંડ માંડ મળે તેટલું વળતર મળતું.
             આવુંજ બનેલું ૧૯૬૭માં દાર્જીલિંગ નજીકના પ્રસાદજ્યોત નામના ગામમાં રહેતો બિમલ કિસાન નામનો એક ગરીબ પોતાની જમીન ખેડવા માંગતો હતો.તેની જમીન કેટલા વર્ષોથી ગામના જમીનદાર પાસે ગીરો હતી. ગરીબ ખેડૂત બિમલ રોજ રોજ ના જમીનદારના ત્રાસથી ત્રસ્ત થઇ પોતાની જમીન ખેડવા માંગતો હતો ? સ્વમાનભેર જીવવા માંગતો હતો. બિમલ આદિવાસી સંથાલ કોમનો હતો. તેને સ્વમાનભેર જીવવા માટે અદાલતમાં અરજી કરી. આદિવાસી કોમનો હોઈ અમીર જમીનદાર એમ કાઈ સરળતાથી કેવી રીતે જમીન પરત આપે ? બિમલે મરતે દમતક લડીને પણ પોતાની જમીન પાછી મેળવવાનું મનો મન નક્કી કરી લીધું હતું. પોતાની જમીન પછી મેળવવી એ જીવન મંત્ર બનાવી દીધો. સદનસીબે અદાલતે પોતાનો ચુકાદો આપ્યો કે બિમલની જમીન તેને પરત સોપવામાં આવે. અદાલતના આ ન્યાય-નિર્ણયથી જમીનદારે પોતાના પૈસાના જોરે પોલીસ દ્વારા બીમલને બહુ માર મરાવ્યો.. બિમલ પર સહાનુભૂતિના કારણે સંથાલ કોમના યુવાનો એકઠા થયા અને ૨૪ માર્ચ, ૧૯૬૭ના રોજ પોલીસ સ્ટેશન પર હુમલો કરી થાનેદાર જેણે બીમલને ખુબ માર મારેલ તેને મારી નાખ્યો.સંથાલ કોમના યુવાનોમાં જાગેલી આગને જાગ્યા પહેલાં ડામવા બીજા જ દિવસે પ્રસાદજ્યોત ગામમાં સશસ્ત્ર પોલીસો એ આડેધડ ગોળી બાર કરી ૮ સ્ત્રીઓ અને ૨ નિર્દોષ  લોકો કુલ મળી ૧૧ જણાને વીંધી નાખ્યા. સરકારના આ કાર્યથી તંગદીલી ઓછી થવા બદલે વકરી. આસપાસના ગામોમાં વાતાવરણ વધારે તંગ બન્યું.
                  પ્રસાદજ્યોતની નજીક એક્ગામ હતું જેનું નામ નક્સ્લ્બાડી. આ ગામમાં સંથાલ, નેપાળી,રાજ્વંસી,બંગાળી અને બિહારી એમ ઘણી કોમના ખેત મજુરો બિમલ કિસાન ની માફક જમીનદારોની ગુલામી કરતા.આ બધા ગરીબ ખેડૂતોની જીંદગી દારુણ હતી.ચારુ મઝમુદાર નામનો યુવાન જેણે માર્ક,લેનિન અને માઓ એ ત્રણેય સામ્યવાદી ક્રાંતિ અંગેના ખ્યાલો માંથી પોતાનો રસ્તો પસંદ કરવા એક નવી જ વિચાર ધારા વિકસાવેલી.ચારુને શાંતિથી સત્તા પલટાશે અને ગરીબોને તેમના હક્કો મળશે તેમાં વિશ્વાસ નહોતો અને શસ્ત્ર વડે જ શાંતિ મળશે તેવ વિશ્વાસથી લડત શરુ કરી. છાનેમાને કોઈ સ્થળે હુમલો કરી પડોશી દેશમાં આશ્રય મેળવી- ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કરી સત્તા હાંસલ કરવાનું નક્કી કર્યું. જેથી સરળતાથી લડી શકાય. નક્સ્લ્બાડી નેપાળ સરહદથી પંદરેક કિલોમીટર જેટલું જ દુર.ભારતમાં ગેરીલા હુમલા કરી સરહદ પાર જવાથી સંપૂર્ણ સલામતી. આ કાર્ય માટે નક્સ્લ્બાડી બધીજ રીતે સાનુકુળ. અહીંથી શરુ થઇ ગરીબોના હક્કો મેળવવાની ક્રાંતિ શરૂઆત...જીહા... નક્સ્લ્બાડી બન્યું નક્સલવાદનું એપીસેન્ટર. જેના કારણે આજે પણ ભારતના મોટા ભાગના રાજ્યો પરેશાન છે.
                 આજે એટલે કે ૧૭ મેં ૨૦૧૦ ના રોજ ફરી દંતેવાડા, છાત્તીસ્ગધમાં નક્સ્લી હુમલાથી ૩૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કેટલીક ટીવી ચેનલોએ નક્સલવાદને આતંકવાદ સાથે સરખાવ્યો તો રાજકારણીઓ એ એક બીજા પક્ષો પાર ટેવ મુજબ દોષારોપણ કર્યું. એક મહિનામાં આ ચોથો હુમલો. એક વાત સ્પષ્ઠ કરવીજ રહી કે શું નક્સલવાદ એટલે આતંકવાદ ? આપણે જોઈએ છીએ કે ધનવાન ના ત્યાં લગ્ન પ્રસંગે હજારો માણસોની રસોઈ, લાખો રૂપિયાનું બજેટ અને કેટલાય ગરીબ પરિવારો જામી શકે તેટલો થતો ભોજન નો બગાડ. એક માણસ એવો કે જે આખો દિવસ કામ કરે તો એક ટંકનું પોતાનું ભોજન પણ ન મળે અને એક માણસ એવો કે એક પરિવાર જામી શકે તેટલું બજેટ એક ટંકમાં એકલો વાપરે. એટલું જ નહિ પણ એક માણસ કેન્દ્ર કે રાજ્ય સરકારની મળેલી સહાય ણે મેળવવા રાત દિવસ કચેરીના ધક્કા ખાય અને એક માણસ એવો કે ગરીબ ને મળનારી સહાયમાં પણ કટકી શોધે. ગરીબ ગરીબ બનતો રહે અને અમીર અમીર...આજનો માધ્યમ વર્ગીય પણ થોડા જ વર્ષોમાં ગરીબ બનશે. રાજકારણીઓ, મોટા પદ પાર બેઠેલા અધિકારીઓ જે આપણા જ રૂપિયે તાગડધિન્ના કરે. ક્યાં સુંધી ચાલે ? છેલ્લા કેટલાક દિવસોથી ન્યુઝ પેપર્સ માં ડોક્ટર દેસાઈ અને ચુડાસમા જેવા લોકો પ્રજાના પૈસાને સત્તા કે પદ ના જોરે હેરાન કરી જે રીતે ધનવાન થયા, આટલું થવા છતાં સત્તાધીશો શાંત બની બેસી રહે તે જોતા એમ લાગે છે કે હવે ક્રાંતિ ટૂંક સમયમાં જ છે. રસ્તામાં નીકળીએ અને જમીન દલાલ સાથે વાત કરીએ તો ખબર પડે કે કરોડો રૂપિયામાં હજારો એકર જમીન આવા અમલદારો અને નેતાઓ પચાવી બેઠા છે. હવે તો આવા અમીરો ગરીબો ને જો જીવન જીવવા થોડી સગવડ પણ ન મળે તો શું કરે ? ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને રાજકારણીઓ જાતે એરકન્ડીશન વિના અઠવાડિયું રહી શકશે ? જયારે ગરીબોને સાદો એક પંખો પણ ન હોય તો શું થાય.? સરકારી હોસ્પિટલ, એસ.તી બસ કે રોડ પર ઉભા રહીએ તો સમજાય કે ગરીબી શું છે ?
                     જો આમ જ રાજકારણીઓ, અમલદારો અને ગરીબો વચ્ચેની ખાઈ વધતી રહેશે તો આપણા હિન્દુસ્તાન ને કોઈ પડોશી દેશ માંથી મોકલેલ આતંકવાદીની જરુંર નહિ રહે...આ દેશનો પ્રત્યેક વંચિત પોતાના હક્ક માટે લડશે અને.... અને અંતે (લાલચુ નેતાઓ કે અમલદારોને બચાવવા) મરશે દેશનો સૈનિક.
દેશના સીમાડાની રક્ષા કરનાર સૈનિકે અંદર છુપાયેલ વિદ્રોહી પર ગોળી ચલાવવી પડશે..કેટલું દુખદ હશે તે ?
તમે જ વિચારો શું થશે ???
                     સત્તા લાલચુ દેશના સૌ રાજકારણીઓ અને મોટા બની બેઠેલા અમલદારો જાતે સુધરશે નહિ તો આ દેશ નો પ્રત્યેક વંચિત તેમને સુધારશે... અને તે માટે હવે સમય પાકી ગયો છે...
આજે થોડું મનોમંથન કરી લઈએ કે નકસલવાદના મૂળમાં કોણ ?
નકસલવાદનો ઉકેલ શું ? તેમની સામે હથીયાર કે વાતચીત દ્વારા ઉકેલ ? આપણે કોની કોની સામે લડીશું ? સીમા પારના આતંકવાદીઓં કે જેમને સત્તા લાલચુઓં છાવરે છે તેમને કે દેશ અંદરના આપણા જ ભાઈ-બહેનો કેજેઓ વંચિત છે આવી તમામ સગવડોથી જે સરકારી નોકરી કરનાર સામાન્ય માનવીને મળેછે.
રાજકારણીઓ અને અમલદારો બેફામ ખર્ચ કરતાં રહે અને ગરીબના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું હોય તો?? તો....પોતાના હક્કો, અધિકારો મેળવવા જેની પાસે કઈજ નથી તે લડ્યા વિના કરે પણ શું ? નક્સલવાદ એ ગરીબો-બેકારોની અમીરો તરફની લડાઈ-આક્રોસ છે...અને આ આક્રોસ ભરી આગ ...
ગરીબ-મધ્યમવર્ગીય યુવાન ના હૃદય માં રહેલ આગ કેવા પરિણામ લાવશે...???
નક્સલવાદ એ આતંકવાદી કૃત્ય માત્ર નથી પરંતુ સાથે સાથે શસ્ત્ર થી સત્તાધીશોની શાન ઠેકાણે લાવવા ની લડાઈ છે જે દરેક હુમલાની જેમ જ ભોગ લે છે, ગરીબોનો ...
છેલ્લા એક વર્ષમાં દેશના મોટા કૌભાંડીઓ ગુજરાતી જ નીકળ્યા છે... જો આમ જ ચાલશે તો ગુજરાતમાં અત્યારે નક્સલવાદ નથી પરંતુ પરીસ્થીતીને યોગ્ય રીતે લઇ શકીશું નહિ તો આપણે બહુ દુર પણ નથી. ગુજરાતમાં નક્સલવાદ કરતા યુવા ક્રાંતિ ની શક્યતાઓ વધારે છે....આ યુવા ક્રાંતિ કેવી હશે ? શું કરી શકે યુવાનો ?? આજે થોડું વિચારી લઈએ....કારણ ... તમે સમજો છો...
નક્સલવાદને સમજી તેનો ઈલાજ કરવો અત્યંત જરૂરી છે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી