કાગળની પેન્સિલ


 

કાગળની પેન્સિલ બનાવી એક દીકરીએ ગામની ચાલીસ મહિલાઓને પગભર કરી.

 તારીખ:૧૩ એપ્રિલ ૨૦૧૬

સ્થળ: રાષ્ટ્રપતિ ભવન દિલ્હી.

 

વિશાળ મંડપ અને ભવ્ય શણગારથી રાષ્ટ્રપતિ ભવન સજાવેલું હતું. થોડી જ વારમાં રાષ્ટ્રપતિ અહીં આવીને ફેસ્ટિવલ ઓફ ઇનોવેશનનું ઉદ્ઘાટન કરવાના હતા. જેને અંગ્રેજી ટૂંકાક્ષરીમાં FOIN લખાય. ગુજરાતીમાં ઉચ્ચાર ફોઈન થાય. દર બે વર્ષે અહીં દેશ વિદેશના ઇનોવેટર, સર્જકો અને સંશોધકો માટે આ આયોજન થાય છે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ બન્યાં એ પછી આ પ્રથા શરૂ થઈ હતી. મહામહિમ પ્રણવ મુખરજીની રાહ જોવાતી હતી. એ.પી.જે.અબ્દુલ કલામ ઇજ્ઞાઈટ પુરસ્કાર પ્રાપ્ત થયેલ દેશના ત્રીસ બાળકો વિશેષ આમંત્રિત હતા. દેશના વિવિધ રાજ્યમાંથી બાળકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મને પણ રાષ્ટ્રપતિ ભવનમાંથી આમંત્રણ મળ્યું હતું.બપોર સુધીમાં મુખ્ય સમારોહનું સમાપન થઈ ગયું.

 

આ પસંદ થયેલ બાળકોમાં સમાનતા હતી.  દરેકની ઉંમર ચૌદ વર્ષ કરતાં ઓછી હતી. બીજી સમાનતા એ કે  દરેક બાળક ને નામે વૈશ્વિક પેટન્ટ નોંધાયેલ હતી. આ આખી પ્રક્રિયા ક્યારેક 'ખાસમ ખાસ' માં વિસ્તારથી લખીશ. ફોઇનમાં  દેશના આમંત્રિત બાળકોમાં મહારાષ્ટ્રની એક દીકરી. ભંડાર જિલ્લાના અંતરિયાળ ગામની દીકરી. દીકરીનું નામ વિધિ અમે ગામનું નામ મેડિયન.

વિધિ અમારી સાથે વાત કરતી હતી. વિધિ લખતી હતી. વાતચીત કરતી હતી. વિધિની લખવાની પેન ખાલી થઈ ગઈ. દીકરીએ પેન ફેંકી દીધી. લખવું લાંબુ થાય એવું છે. છતાં અમારી વાતનો અંત એટલે આવ્યો કે એની શાળામાં પેન વાપરતા હોય એવાં ત્રણસો બાળકો છે. એક પેન એક સપ્તાહ લાગે.આ રીતે એની આસપાસ એક સપ્તાહમાં ત્રણસો પ્લાસ્ટિક પેન બધાં ફેંકે છે. આવું દર સપ્તાહે થાય છે. આવું વર્ષો સુધી થશે. છેવટે દીકરીએ કાગળની પેન બનાવી. સાંભળવામાં સરળ આ વાક્ય કાગળની પેન બનાવનાર માટે ખૂબ કપરૂ બન્યું. કાગળની પેન બનાવવા અંગે વિધિ જણાવે છે કે ' પહેલાં રિફિલ ઉપર કાગળ લગાવ્યો. ફેવિકોલ સુકાય એટલે કાગળ રિફિલ ઉપરની પકડ છોડી દે. અનેક અખતરા કર્યા. પરિણામ ચકાસવા પ્રયત્નો કર્યા. છેવટે ફેવિકોલ માં દોરી ભીંજવીને રિફિલની આસપાસ બાંધવાનું વિચાર્યું.

દોરાને ખૂબ ચીવટથી રિફિલ ફરતે વિંટવો પડે. એ પછી એનાં ઉપર કાગળ ચિપકવાવો પડે. એ પછી કાગળ ની પેન તૈયાર થાય. વિધી જણાવે છે કે, પહેલી વખત એક રિફિલને ફેવિકોલ વાળો દોરો વિટવામાં મને સાત કલાક થયાં હતાં. દોરો સુકાયો પછી ફરી કાગળ લગાવ્યો. એ માટે બીજા ત્રણ કલાક થયા. અને પેન બનાવી. પેન ની પકડ મજબૂત બની. પછી ઢાંકણ બનાવ્યું. બીજી પ્લાસ્ટિકની પેન લગાવી શકાય એ રીતે આ પેન ને પણ લગાવી શકાય એવું બનાવવા મથામણ કરતા કરતાં આજે આ પેન ખીસામાં ભરાવી શકાય એવી છે. આ વાત ૨૦૧૭ ની છે. વિધિએ મહેનત કરી. આ જ વર્ષે એને ઇજ્ઞાઈટ પુરસ્કાર મળ્યો. કાગળની પેન બનાવવાની પેટન્ટ વિધિએ નોંધાવી. આજે કાગળની પેન અને પેન્સિલ બનાવી વિધિના ગામની બોત્તેર મહિલાઓ પગભર થઈ છે. વયસ્ક અને નિરક્ષર મહિલાઓ આ પેન અને પેન્સિલ બનાવે છે. બીજી પેન અને પેન્સિલના ભાવમાં આ પેન અને પેન્સિલ મળી જાય છે. પેનમાં  પ્લાસ્ટિક નથી. પેન્સિલમાં લાકડું નથી. પર્યાવરણ ને ફાયદો જ ફાયદો. આ ફાયદો સમજવા માત્ર બે જ સવાલના જવાબ વિચારવા પડે. આપણાં ગામમાં એક સપ્તાહમાં કેટલી પેન્સિલ વપરાતી હશે. આ પેન્સિલ બનાવવા કેટલું લાકડું વપરાય? પ્લાસ્ટિકની કેટલી પેનો એક મહિનામાં ખાલી થતી હશે?

 

દેહાત ફાઉન્ડેશન.

મહારાષ્ટ્રમા ભંડાર જિલ્લામાં કાર્યક્ષેત્ર બનાવી કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ દેહાત ફાઉન્ડેશન અનેક વિધ પ્રવૃત્તિઓ થકી લોકસેવા કરે છે. કાગળની પેન અને પેન્સિલ બનાવવાથી લઈ સ્થાનિક લોક્ કલાઓ અને કળાકારો  માટે કાર્યરત્ દેહાત ના સંયોજક અને સ્વયમ સેવકો થકી વિશેષ કૌશલ્ય ધરાવનાર ને આગળ લાવવા ઉપરાંત વિધિ જેવી અન્ય દીકરીઓ ને શોધવા અને સ્થાપિત કરવા નામ સાથે મહારાષ્ટ્રમાં કાર્યરત છે. આજે કાગળની પેન અને પેન્સિલ નિર્માણ દ્વારા ગામની મહિલાઓ પગભર થઈ છે. હવે જે પેન બને છે તે ખાલી થાય અને ફેંકી દઈએ તો વરસાદ પછી અહીં ફૂલ છોડ ઉગી નીકળે છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી