ગીજુભૈના રમકડાનો વારસો...

 

   


       રમકડાં લો રમકડાં, જાત જાતના ભાઈ રમકડાં

ગિજુભાઈ એ કહ્યું એવાં લાકડાનાં રમકડાં સુનિલ મેહતા આજેય

નાની ઉમરના બાળકો માટે લાકડાના રમકડાં હાથેથી બનાવે છે. 

પ્રાથમિક શિક્ષણમાં ઉપયોગમાં લેવાતા રમકડાં બાળકોને શીખવવા માટે અનુભવ આધારિત શિક્ષણ હોવું જોઈએ. આ અને આવી બાબતો આપણા સૌ માટે આજે નવી નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ:૨૦૨૦૨ માં આ અંગે વિસ્તારથી વાત થઇ છે. એ મુજબ આજે સમગ્ર દેશમાં અમલ પણ ધીરે ધીરે થવા જઈ રહ્યો છે. આપણા માટે એ ગૌરવની વાત છે કે આ વાત બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા એ આજથી અનેક વર્ષ પહેલા આ વાત કરી હતી.જેના ધ્વારા બાળકો શીખે અને અનુભવો પ્રાપ્ત કરે એ માટે ખાસ પ્રકારનાં રમકડાં જરૂરી થઇ પડે છે. આ સમયે ગિજુભાઈ બધેકા બાલમંદિર માટે યોગ્ય શિક્ષણ વ્યવસ્થામાં સુધારા કરવા મથામણ કરી રહ્યા હતા. વર્ષ:૧૯૨૦માં ભાવનગરના રાજાએ આપેલ ટેકરા ઉપર નાના મોટા બકુલના ઝાડ નીચે શરૂઆત થઇ. આજે  અહીં નાની બકુલ અને મોટી બકુલ નામના વર્ગખંડો છે. ગિજુભાઈ ભાવનગરમાં સતત કામ કરી રહ્યા હતા. એમના પ્રયોગો અને શિક્ષણ પધ્ધતિ સમજવા માટે દિવાસ્વપ્ન વાંચવું પડે. એ પુસ્તક અંગે ફરી ક્યારેક લખીશું. પરંતુ વાત જાણે એમ બની કે મેડમ મોન્ટેસરી ભારતમાં અને અમદાવાદ સુધી આવવાનાં હતા. સમગ્ર વિશ્વમાં બાળકો માટે કામ કરનાર બે વિભૂતિઓ ભેગાં થવાનો અવકાશ હતો. પણ, એ સમયે એવું ન થઇ શક્યું.

ગિજુભાઈ અને મેડમ મોન્ટેસરી એક  બીજાને ક્યારેય મળી શક્યા ન હતા. આ વખતે પણ બંનેનું મળવાનું ન થયું.  આ વાત હશે ૧૯૨૭ની આસપાસ. આ પછી ગિજુભાઈ બધેકાએ મોન્ટેસરી મેથડનો અભ્યાસ કર્યો. આ અભ્યાસને આધારે એમણે વર્ષ: ૧૯૨૮ માં મોન્ટેસરી પધ્ધતિ આધારિત પુસ્તક લખ્યું. આ પુસ્તકની પ્રસ્તાવના લખતાં મૂળશંકર મો.ભટ્ટ લખે છે કે આ પુસ્તક ગીજુભાઈના વિચારોને આધીન ભારતીય પરંપરા મુજબનું છે. આ પુસ્તકમાં સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ રમકડાં અને તેનો ઉપયોગ કરવા અંગે મૂળશંકર ભટ્ટ લખે છે કે, આ રમકડાં આપણ ને ન પોસાય એટલાં કિંમતી અને આ રમકડાં વાપરવા જતાં એને વાપરવા માટેના અધિકારોની સમસ્યા સામે આવતી હતી.

હવે આ પુસ્તક લખ્યા પછી આપણા બાળકો માટે આગવાં અનોખાં લાકડાનાં રમકડાં બનાવવા એવું નક્કી થયું. આ રમકડાં બનાવવા માટે અત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના  વઢવાણ સ્થિત જેચંદ તલકશી એન્ડ સન્સ નામની પેઢીના માલિક શ્રી અમુભાઈ રતિભાઈ દોષી એ ગિજુભાઈ ની વાત સ્વીકારી વર્ષ:૧૯૨૮ થી બાલમંદિરના બાળકો માટે લાકડાનાં રમકડાં બનાવવાનું શરુ કર્યું. છેવટે આ રમકડાં બનાવવાનું કામ સુનિલભાઈના હાથમાં આવ્યું. તેઓએ ગિજુભાઈ બધેકા ધ્વારા માર્ગદર્શન આપી તૈયાર કરવામાં આવ્યા હતા એવા જ રમકડાં તેઓ  છેલ્લા પંચોતેર વર્ષથી  તેઓ રમકડાં બનાવી રહ્યા છે. આજે એમના ધ્વારા ઇન્દ્રિય વિકાસના ૧૮, ભાષા વિકાસના૧૮ ભાષા શિક્ષણના નવ સાથે ગણિત શિક્ષણના આઠ સાથોસાથ મુક્ત વ્યવસાયના ૩૯ સાથે પીરામીડ અને બૌધ્ધિક વિકાસના પચાસ જેટલાં રમકડાં બનાવી રહ્યા છે. એમના આવા ૧૩૮ પ્રકારના  રમકડાનું નિર્માણ કરે છે.

સમગ્ર ગુજરાતમાં આવા રમકડાં બનાવી દેશ અને દુનિયામાં ગિજુભાઈ બધેકાના રમકડાં બનાવી પહોંચાડી રહ્યા છે. ખૂબ જ સસ્તા દરે આ રમકડાં આપણે પણ મંગાવી શકીએ છીએ. આ રમકડાં હાથ બનાવટના હોય છે. લાકડામાંથી બનાવેલ આ રમકડાં  સાથે બાળકોની કક્ષા આધારે કામ થઇ શકે એ મુજબના બનાવેલ રમકડાં માટે આજે સમગ્ર દેશમાં એક માત્ર વ્યક્તિ એટલે સુનિલભાઈ દોષી. આજે ગીજુભાઈના રમકડાં અને શૈક્ષણિક હેતુ આધારિત રમકડાં તૈયાર થઇ રહ્યા છે. આ વારસો એમણે જાળવ્યો છે. સુનિલભાઈ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ‘ મેં ગિજુભાઈ પાસે શિક્ષણ મેળવ્યું છે. જ્યારે આ રમકડાં બનાવવાનું કામ અમે લીધું ત્યારે આ કારખાનું પણ નુકશાનમાં ચાલતું હતું. આમ છતાં ગુરુજીને સ્મરણમાં રાખી આજે એક શિષ્ય તરીકે હું મારી ફરજ નિભાવી આવનાર પેઢી માટે આ કામ શરુ રાખ્યું છે.

 

બોક્ષ:

 

આજના આધુનિક સમાજમાં શિક્ષણમાં પરિવર્તન આવ્યું છે. શીખવા શીખવવામાં આજે આધુનિક રમકડાં એ  લીધું છે. આમ છતાં બાલમંદિરની ઉંમરના એટલે કે બે થી પાંચ વર્ષના બાળકો માટે લાકડાનાં રમકડાં. આ રમકડાં પણ ગિજુભાઈ બધેકાએ કહ્યું એ રીતે બનાવી એની ચકાસણી કરી અને બાળકો રમતાં રમતાં શીખતાં જાય એવા રમકડાં છેલ્લા પંચોતેર વર્ષથી બનાવવાનું અનોખું ગૌરવ એક રાષ્ટ્રીય વિક્રમ તરીકે નોધાવવા જઈ  રહ્યું છે. ત્યારે ગિજુભાઈ બધેકાનો વારસો જાળવી રાખનાર અનોખા વ્યક્તિત્વ એવા સુનિલભાઈ દોષી ને આજે પણ લાકડાનાં રમકડાં બનાવતી વખતે સાથે બેસી નાની નાની સૂચનાઓ સતત આપતા એવા આ વ્યક્તિત્વ ને ખાસમ ખાસ અભિનંદન,

 

 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી