ખાસમ ખાસ ચિત્રકાર ખાસમ ખાસ.

આવા ખાસ નામ સાથે લખવું શરૂ કર્યું.

લગભગ એક દાયકા પછી કોલમ શરુ થઇ.

મેં આજે  ફરી રખેવાળમાં લખવાનું શરૂ કરું  કર્યું.

આજે હું લખું છું.  પણ, મને લખતાં  શીખવનાર રખેવાળ.

એક સર્જક તરીકે મારી ઓળખ છે. બાળ સાહિત્યકાર તરીકે મને સૌ ઓળખે છે.  આ ઓળખ માટે રખેવાળ જવાબદાર છે. જોડાક્ષર વગરની વાર્તાઓ લખી. આ વાર્તાઓ શરુ કરવાની પણ એક વાર્તા છે. આ વાત  આજથી ત્રેવીસ વર્ષ પહેલાની છે.  સતત આઠ વર્ષ સુધી અહીં લખ્યું. મારી નેશનલ રેકોર્ડથી લઈ વિશ્વ વિક્રમ સુધીની સફરમાં રખેવાળ વગર શક્ય ન બને. એક ચિત્રકાર કે કાર્ટૂનિસ્ટ પાસે લખાવી વિશ્વવિક્રમ કરાવનાર દૈનિકમાં એક દાયકા પછી પછી ફરી લખું છું. રખેવાળમાં વર્ષો પછી ફરી શરુ કરું છું. પ્રથમ વખત શરૂઆત કરી ત્યાં વિશ્વ વિક્રમ થયો. આ બીજી શરૂઆત ક્યાં અટકશે એવું ધ્યાનમાં નથી. મારું ફરી કોલમમાં લખવું ખાસ છે. એટલે જ ખાસમ ખાસ નામ આપ્યું. આશા છે વાંચકોને મારું ખાસમ ખાસએમનું પોતીકું લાગશે. અહીં રોજબરોજની બાબતો લખીશ. સાવ નવું,નોખું કે નવતર પ્રકારનું લખાણ હશે. આ તદ્દન આગવી બાબત તરફ વાંચકોને લઈ જવા પ્રયત્ન કરીશ.

ખાસમ ખાસ

ડૉ.ભાવેશ પંડ્યા

 


એક ચિત્રકાર.

એમના પિતાજી યોગગુરુ.

    દીકરો તો બાપુજીને અને દાદાને પાછળ રાખે એવો યોગી ચિત્રકાર. બાપ દીકરો સાથે બેસી ચિત્ર કે સર્જન કરે ત્યારે કોણ બાપ અને કોણ દીકરો.  કોણ ગુરુ અને કોણ શિષ્ય એ સમજી ન શકાય. આ બાપ દીકરાને  એક સાથે કામ કરતા જોવો એક લહાવો છે. અનેકોના સહયોગ થાકી સંચાલિત અરણ્ય ધામતપોભૂમિ કે ગમતી નિશાળમાં કોઈ પણ કાર્યક્રમમાં તેઓ કાયમી સહયોગી રહ્યા છે. આવા આંતર રાષ્ટ્રીય સ્તરના કલાકાર આપણા જિલ્લામાં છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. 

.....................................................................................................................................................................

એક એવા સર્જક જે સેકંડોમાં સુવાસ ફેલાવી જાય

શબ્દો ને સમજવા કપરા હોય ત્યારે ચિત્ર વાત કરી શકે છે.

 

થોડાક મહિના પહેલાની આ વાત છે.

પાલનપુર ખાતે એક કોન્ફરન્સ નું આયોજન થયું.

સમગ્ર દેશમાંથી અહીં નવતર કામ કરનાર સૌ એકઠા થયા હતા.

શિક્ષણ,સમાજ અને મીડિયામાં ઇનોવેશન કરનાર અહીં એકઠા થયા. દર વર્ષની માફક ગમતી નિશાળ દ્વારા અબ્દુલ કલામના જન્મ દિવસ પંદર ઓકટોબરે આ સમારોહનું આયોજન થયું હતું. સમય હતો પંદર અને સોળ ઓક્ટોબર. વર્ષ: ૨૦૨૨ની આ વાત છે. દેશના વિવિધ રાજ્યોના ઇનોવેટર એક સ્થળે એકઠા થયા હતા. આમ કહીએ તો કહેવાય કે દેડકાં ગણવાની વાત હતી. આમ છતાં એક થી ચડિયાતા મહેમાનો ઉપસ્થિત હતા. દેશ અને દુનિયામાં ઓળખ ધરાવતા વ્યક્તિઓ અહીં મહેમાન બન્યા હતા. ભાવનગર યુનીવર્સીટીના ડૉ. ભોગાયતા અને સૃષ્ટિ ઇનોવેશનમાંથી સેક્રેટરી શ્રી કેતન પટેલ વિશેષ ઉપસ્થિત હતા. ધારાસભ્ય પાલનપુર શ્રી અનિકેત ઠાકર ઉપસ્થિત હતા.રેડિયો પાલનપુર થકી બધી જ બાબતે સહયોગ મળ્યો.  રેડિયોની આખી ટીમ અભિજિતસિંહ રાણાના માર્ગદરાશાનથી તૈયાર અને તત્પર હતી. આયોજકો ધ્વારા જી.ડી. મોદી કોલેજમાંથી દરેકને વક્તવ્ય આપવાનો સમય ફાળવ્યો હતો. વક્તામહેમાન કે નવ સર્જક વક્તવ્ય આપે.  કોઈ ગુજરાતીમાં બોલે, કોઈ હિન્દીમાં કે અંગ્રેજીમાં વાત રજુ કરે. વક્તાનું એમનું વક્તવ્ય પૂર્ણ થાય. એટલે  એક માણસ ઊભો થાય. એમના હાથમાં નોટબુક.આ  નોટબુક તે વ્યક્તિ વક્તવ્ય આપનારને બતાવે. નોટબુકમા  વક્તવ્ય આપનાર પોતાનો સ્કેચ જુએ. એકદમ અચરજ કે આશ્ચર્ય સાથે તે સ્કેચ જોઈ ઓટોગ્રાફ આપે. આ નોટબુકમાં સ્કેચ બનાવનાર આર્ટીસ્ટ એટલે જયેશ વાગડોદા. તેઓ આપણા જિલ્લાના વ્યક્તિ અને દેશના સૌથી ફાસ્ટ સ્કેચ આર્ટીસ્ટ તરીકે અનોખી નામના ધરાવે છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

 

ગમતી નિશાળ દ્વારા આયોજિત આ નેશનલ એજ્યુકેશન એન્ડ ઇનોવેશન કોન્ફરન્સમાં જયેશભાઈ એ એકસો ત્રીસ વ્યક્તિઓના સ્કેચ તૈયાર કર્યા. આવું નવલું કામ કરનાર જયેશભાઈનું નામ વિશ્વવિક્રમ નોંધાવવા માટે એમની ટીમના સભ્યો તરીકે ગમતી નિશાળ જૂથ ધ્વારા તૈયારી કરી લીધી છે. ગમતી નિશાળ દ્વારા જયેશભાઈ વગડોદા નું નામ ગિનિસ બુકના બારણે ટકોરા મારી રહ્યું છે. થોડા મહિનાઓમાં તેમનું નામ વિશ્વ વિક્રમ માટે પસંદ થાય તો કોઈએ નવાઈ પામવી નહીં. વિશ્વવિક્રમની જાણ પણ આપને ખાસમ ખાસમાં થશે એ નક્કી. હા, આગળ વધીએ તો,  રાજનેતાઅભિનેતાસામાજિક આગેવાનો,નવ સર્જકો અને આવાતો અનેકના ચિત્રો એમણે તૈયાર કર્યા છે. જોઈ ને દોરવુંસ્કેલામાપથી દોરવું અથવા આધુનિક ટેકનોલોજીની ચિત્ર તૈયાર કરનાર અનેક છે. પરંતુ સામે બેસાડીને ત્રીસ ચાલીસ સેકન્ડમાં સ્કેચ તૈયાર કરનાર જયેશભાઈ સ્વભાવે સરળ છતાં એક સ્પષ્ટ વક્તા વ્યક્તિ તરીકે ઓળખ ધરાવે છે.

ચિત્રકાર તો એવા જોરદાર કે નાના અને મોટા સૌને પસંદ પડી જાય એવાં ચિત્રો બનાવી શકનાર આ ચિત્રકાર અત્યારે ધોરણ એક અને ધોરણ બેના પાઠ્યપુસ્તકના ચિત્રકાર તરીકે કામ કરી રહ્યા છે. એમના ચિત્રોનો વળાંક પણ એવો કે જાણે હમણાં જ એ સ્કેચ જાણે બોલી ઉઠશે. કોઈ ઘટના કે આપત્તિ સમયમાં આ ચિત્રકાર શબ્દોને બદલે ચિત્ર ધ્વારા જ વાત કહી શકવા સક્ષમ છે. ખાસમ ખાસ કોલમ માટે મારું કાર્ટૂન પણ એમણે બનાવ્યું હોઈ કોલમ પણ એમનાથી શરુ કરું છું.

 

 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી