આપણા લોકસેવક

 


આરામ છોડી આદીવાસી વિસ્તારના

 સેવામાં ભેખધારી અને  આપણા  મધર ટેરેસા એટલે: સ્વ. વિમળા મહેતા

 

આઝાદીના સમયની વાત છે.

વર્ષ:૧૯૧૫ માં ડિસેમ્બર મહિનાની એકત્રીસ તારીખે એમનો જન્મ થયો. મંગળદાસ શ્રોફ અને સદલક્ષ્મીબેનું ત્રીજું સંતાન એટલે વિમળાબેન. પ્રસિદ્ધ પરિવાર સાથેનું એમનું જોડાણ. એમનો પરિવાર આરાથીક રીતે સજ્જ અને સક્ષમ પરિવાર. અજિન એક દીકરીનો જન્મ થયો. આ દીકરીના પરિવારને કારણે એમના જીવન ઉપર ગાંધી વિચારની સીધી અસર હતી. સત્યાગ્રહ અને જેલવાસ એમને માનસિક બળ આપે. ઉચ્ચ શિક્ષણ અને વિદેશ ગમન એમની આગવી ઓળખ. એ જમાનામાં જ્યારે દીકરીઓ ભણતી ન હતી. નાના મોટા કોઈ પણ અન્યાય સામે લડવાની જીદ એમના સ્વભાવમાં.એમનો ખાદી પ્રત્યેનો પ્રેમ પણ જાણે પ્રભુ તરફનો લગાવ. એમના જીવન સાથેના આ મુદ્દાઓ ઉપર લખીએ તો અનેક લેખ થાય.

આપણા જીલ્લાના મધર ટેરેસા જેમણે કહી શકાય એવા આ મહિલા. જ્યારે આપણો દેશ ગુલામ હતો ત્યારથી તેઓ સેવા અને સમાજ માટેનો શ્રમ એમને મન સેવા કાર્યો હતાં. એ જમાનામાં એમણે શિક્ષણની પ્રાપ્તિ માટે કામ કર્યું. આ કામને વિસ્તારવાનું નક્કી કર્યું. પ્રસિદ્ધ ધરાશાત્રી શ્રીમાન જી.જી.મહેતા સાથે લગ્નગ્રંથી થી જોડાયા.આ મહેતા સાહેબ પણ એક જબનાના માણસ. લોકસભાની ચૂટણીમાં મુંબઈથી ચુટણીના ઉમેદવાર તરીકે અહીં આવ્યા. ચૂટણીમાં કોઈએ કહ્યું કે તમે તો જીતીને મુંબઈ જતા રહેશો. આ સમયે એમણે કહ્યું કે : ‘ ચુંટણી જીતીશ કે હારીશ, હું પાલનપુરમાં જ સ્થાઈ થઈશ.  ચૂટણીમાં હાર થઇ તોય આજીવન એ પાલનપુરમાં રહ્યા અને અનેક સેવા કાર્યો કર્યા. આવા મહાનુભાવ સાથે લગ્ન પછી એમની કાર્ય શક્તિ અને કાર્ય પ્રક્રિયા અનેક ઘણી વધી. એક તો ગાંધી વિચારના ઉપાસક. પરિવારનો સાથ અને સહકાર. આ કારણે એમની આંતરિક શક્તિઓ ખૂબ વધી. એક વખત એવું બન્યું. ગોરી સરકારના કોઈ આદેશ સામે એમણે આગેવાની લીધી. આ વખતે ગોરી સરકારે એમને અંદામાન જેલમાં મોકલવાનું આયોજન કર્યું હતું.

આ ઉપરાંત પણ અનેક વખત ગોરી સરકાર સામે એમણે આંદોલનો કાર્ય કે એવા આંદોલનમાં એ જોડાયાં. એમના સાથીઓ અને ક્રાંતિકારીઓ ની મદદથી અંગ્રેજ સરકાર એમના સુધી પહોંચી ન શકી. આમ કરતાં કરતાં દેશ આઝાદીની નજીક પહોંચ્યો. એમના મનમાં હતું કે ‘ જ્યાં જન્મ ત્યાં કર્મ.’ બસ, આ વિગતને ધ્યાનમાં રાખી તેમણે વર્ષ: ૧૯૪૭ પહેલા એટલે કે આઝાદી પહેલા બનાસકાંઠા જીલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં કામ કરવાનું શરુ કર્યું. 

આઝાદી પહેલા આ વિસ્તારમાં લોક જાગૃતિ માટે કામ કર્યું. દેશ આઝાદ થયો એ સમયમાં બાલારામ અને ચિત્રાસણી જેવા અંતરિયાળ અને ટ્રાયબલ વિસ્તારમાં શિક્ષણની સેવા કરવાનું શરૂ કર્યું. ચિત્રાસણી સઘન ક્ષેત્ર ખાતે અનાથ આશ્રમ, આશ્રમ શાળા,કન્યાશાળા જેવા શૈક્ષણિક સંકુલ શરૂ કર્યા. સમગ્ર ગુજરાતમાં નોંધનીય એવી ચિત્રાસણી પીટીસી કોલેજ પણ આ સંકુલની આગવી ઓળખ છે. અહીં  અત્યારે દવાખાનું અને અન્ય સેવાના કાર્યો નિયમિત થાય છે. આ આદિવાસી વિસ્તારમાં ઊંડા અંધારેથી પરમ તેજે અનેક લોકો સઘન ક્ષેત્રને નામે પહોંચ્યા છે. આ વિસ્તારમાં સેવા માટે એમના થકી વિવિધ સંકુલની કે નાના મોટા મંડળની સ્થાપના કરી. અનેક નાના મોટા શિક્ષણ, આરોગ્ય કે સમાજ સેવાના કામોને લીધે એમની  સેવક તરીકે ઓળખ ઊભી થઈ.

આજે અહીં બાલવાટિકા થી બારમાં ધોરણ સુધી. બાળકો તદ્દન મફત ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે છે. અહીંથી અભ્યાસ કરીને જનાર અનેક ક્ષેત્રોમાં આજે એટલા આગળ છે કે એમને માટે અલગ લેખ લેવો પડે. સમાજ સાથે જોડાયેલ એમની વિવિધ બાળ કલ્યાણની પ્રવૃત્તિઓની અસર આજે આ ક્ષેત્રમાં જોવા મળે છે. દીર્ઘ દ્રષ્ટા આ મહિલા આગેવાને આ અંતરિયાળ વિસ્તારમાં એવું કામ કર્યું કે એની સુવાસ સીધી દિલ્હી પહોંચી.  એમના કાર્યોની નોધ લેતા આપણા વિમલા બા નું સન્માન તત્કાલીન રાષ્ટ્રપતિ  શંકરદયાળ શર્મા ને હસ્તે થયું. શિક્ષણ અને સમાજ સેવા માટે એમણે આ રાષ્ટ્રીય સન્માન મળ્યું. આ તો એક પુરસ્કારની વાત થઇ. આવા અનેક પ્રાદેશિક અને રાષ્ટ્રીય પુરસ્કાર વિમળા બા ના કામની ઓળખ સમાન છે. આજે આ સંકુલ આધિનિક રીતે સજ્જ છે.

હજારો બાળકો અહીં અભ્યાસ કરે છે.સ્વચ્છતા, આ જમીનનો પ્રભાવ, સંકુલની સાદાઈ અને સરળ આવકાર સાથે ભારે મહેમાન ગતિ આ સંકુલની ઓળખ છે. આપણા જીલ્લાના મહિલા ક્રાંતિકારી, કેળવણી કાર અને આજીવન ભેખધારી બિમળા બા ના જીવન આધારિત 'મૂઠી ઊંચેરાં બા' પુસ્તક તૈયાર થયું. જેમાં તેમના જીવનનો જાણે  ટૂકમાં સારાંશ રજુ થયો છે. અત્યારે બા તો નથી પરંતુ આદરણીય શૈલેશ મહેતા (શૈલેશ કાકા ) બાના વિચારોને ચિસ્ત પણે આગળ ધપાવી રહ્યા છે. આવડી મોટી વ્યક્તિ, આટલા વિશાલ કાર્યો અને આટલું સેવાકાર્ય. એક પુસ્તક ને આધારે આ લેખ કદાચ ટૂકો પડશે, પરંતુ એમના જીવનના અનેક મુદા ગરી ક્યારેક ખાસમ ખાસમાં લખીશ એની ખાતરી આપું છું.

 

આદિવાસી સમાજના બાળકો મેટા આટલું મોટું કામ કરનાર આ સંકુલ ધ્વારા અરણ્ય ધામ અને તેના વિચારોથી પ્રેરાઈ શ્રી શૈલેશ મહેતા અને શ્રી દિનેશભાઈ અખાણી સહીત્સા સંચાલક મંડળ ધ્વારા નાના ભૂલકાઓ માટે પથુપુસ્તક કે ગણવેશ વગરની ગમતી નિશાળ છેલ્લા એક વર્ષથી શરુ કરી છે. વિશાલ મંદિરમાં નાના ગરીબ ધ્વારા પ્રસાદ ચડાવવામાં આવે અને એનો સ્વીકાર થાય એવું ગમતી નિશાળ માટે થયું. આ બાબત અમારે મન વિમલા બા સાથે શિક્ષણમાં એમના કરોડો ડગલાં સાથે એક ડગલું આ લખનારને ચાલ્યા એવું ગૌરવ પ્રાપ્ત થયું.

www.bhaveshpandya.com 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી